હળવદ તાલુકાના નવા માલણીયાદથી હળવદમાં આવેલી મોડેલ સ્કૂલે અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓ ભરેલી રીક્ષા પલટી મારી જતા બે વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ હતી. જોકે એકને વધુ ઈજા પહોંચી હોય જેથી તેને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારે હળવદ તાલુકાના નવા માલણીયા ગામેથી વિદ્યાર્થીનીઓ સીએનજી રીક્ષામાં સવાર થઈ હળવદ હાઇવે પર આવેલ મોડલ સ્કૂલ ખાતે અભ્યાસ અર્થે આવી રહી હતી ત્યારે વેગડવાવ નજીક નજીક રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં સવાર બે વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હોય જેથી તેઓને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવી હતી. જોકે એકને વધુ ઈજા પહોંચી હોય જેથી તેને મોરબી રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.