મોરબી: બે મિત્રોએ રામ મંદિરનું 3D પોસ્ટર અને આબેહૂબ રામ મંદિર જેવું જ નાનકડું મંદિર બનાવ્યું

Advertisement
Advertisement

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલા બિરાજમાન થયા બાદ ભક્તિના ઘોડાપુર ઉમટ્યા છે. મોરબીના બે મિત્રોએ રામ મંદિરનું થ્રિડી પોસ્ટર અને આબેહૂબ રામ મંદિર જેવું જ નાનકડું મંદિર બનાવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોરબીની ઋષભ પાર્ક સોસાયટીમાં રહેતા માકાસણા હર્ષ જીતેન્દ્રભાઈ તથા તેમના સાથી મિત્ર કાવર દર્શન વિજયભાઈએ પ્રભુ શ્રી રામ પ્રત્યે વિશેષ ભક્તિ પ્રગટ કરી શ્રી રામ મંદિરનું 3D પોસ્ટર તથા અયોધ્યામાં બનેલ રામ મંદિર જેવું જ 3 ફૂટ લાંબુ તથા 3 ફૂટ પહોળું મંદિર બનાવી શ્રદ્ધા દર્શાવી છે. મજાની વાત તો એ છે કે, આ મંદિર તથા 3D મોડેલ બનાવવામાં માત્ર પત્તા તથા જૂના પૂઠાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.