ટંકારા: મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ જયંતિ મહાપર્વ મા મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો પધારશે.

Advertisement
Advertisement

રાજ્યપાલ ના વડપણ હેઠળ આગામી તા ૧૦ થી ૧૨ સુધી સળંગ ત્રણ દિવસ જ્ઞાન જ્યોતિ પર્વ ઉજવાશે, સી.એમ. ૧૦ મી એ, અમીત શાહ અને પુરૂષોતમ રૂપાલા ૧૧ મી એ અને મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ૧૨ મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા ખાતે પધારશે.

વેદ તરફ પાછા વળો ના સુત્ર સાથે આખા જગતમા પૌરાણિક કાળ ની વૈદિક પરંપરા શરૂ કરાવી રાષ્ટ્ર નુ ગૌરવ વધારનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીના વર્ષ ૨૦૨૪ ના વર્ષ ને જ્ઞાન જ્યોતિ પર્વ તરીકે ઉજવવાની વડાપ્રધાનની અપીલ મુજબ ઋષિ ના જન્મસ્થળ ટંકારામા આગામી તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી સુધી સળંગ ત્રણ દિવસ મહર્ષિ દયાનંદજી ની જન્મજયંતિ ભારે શાનોસોકત થી ઉજવવા રાજ્ય ના રાજ્યપાલ ના સીધા માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમા, સવારે યજ્ઞ, શોભાયાત્રા બાદ  મુખ્યમંત્રી દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાશે, અંતિમ દિવસે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી ખાસ અતિથી તરીકે પ્રત્યક્ષ અને વડાપ્રધાન મોદીજી વર્ચ્યુઅલ જોડાશે
આજથી બસો વર્ષ પૂર્વે તા.૧૨/૦૨/૧૮૨૪ ના રોજ ટંકારા ના જીવાપરા વિસ્તારના સાધારણ બ્રાહ્મણ કરશનજીભાઈ ત્રિવેદીના ઘરે જન્મેલા મૂળ નામ મૂળશંકર સમય જતા ઘર, પરિવારનો ત્યાગ કરી દયાનંદ સરસ્વતી નામ ધારણ કરી ‘વેદ તરફ પાછા વળો’ ના સુત્ર સાથે આર્યધર્મ ની સ્થાપના કરી વેદ ની જયોતિ પ્રગટાવી મહર્ષિ ના બિરૂદ સાથે સમગ્ર વિશ્ર્વ ને પૌરાણિક આદિકાળ ની વૈદિક પરંપરા શરૂ કરાવનારા મહર્ષિ દયાનંદજીએ વૈદિક ધર્મ થકી રાષ્ટ્ર નુ ગૌરવ વધારવા ઉપરાંત, આઝાદીની લડત મા પણ યોગદાન આપ્યુ હોવાના પ્રમાણ ની નોંધ લઈ ઋષિ ના ૨૦૦ મા જન્મ વર્ષ ને ૨૦૨૪ નુ વર્ષ જ્ઞાન જ્યોતિ પર્વ વર્ષ તરીકે ઘોષિત કરી દેશવાસીઓને વડાપ્રધાને અપીલ કરી ઠેર ઠેર ઉજવણી કરવા આહવાન કર્યુ છે. એ અંતગર્ત મહર્ષિ દયાનંદ સરસ્વતી ના જન્મસ્થળ ટંકારા ખાતે આગામી તા. ૧૨ મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ જન્મજયંતિ પર્વ વૈદિક ધર્મ પ્રમાણે પૂર્ણ શાનોસોકત થી ઉજવવાનુ આર્યસમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. આર્ય ધર્મ ને સંપૂર્ણ વરેલા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના સીધા માર્ગદર્શન હેઠળ તા. ૧૦ મી ફેબ્રુઆરીથી તા. ૧૨ ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય કાર્યક્રમ યોજાશે.જેમા, ભવ્યાતિભવ્ય જાજરમાન ઉજવણી કરી આર્યસમાજ ના સ્થાપક ઋષિના કાર્યો ઉજાગર કરવામા આવશે. આ પ્રસંગે સમગ્ર દેશ ઉપરાંત, ૩૧ રાષ્ટ્ર ના આર્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ત્રિદિવસીય કાર્યક્રમ મા દૈનિક ૨૫ હજાર જેટલા લોકો જોડાવા ની સંભાવના આયોજન સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમ માટે ટંકારાથી એકાદ કીમી દુર રાજકોટ હાઈવે પર ૧૦૦ વિઘા જમીનમા કરશનજી કા આંગન નામે કાર્યક્રમ સ્થળ નક્કી કરાયુ છે. અહીંયા, મોટા ડોમ ઉપરાંત અલગ અલગ પંડાલો ઉભા કરવાની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કાર્યક્રમ સમિતિ ના આર્યસમાજ ના મંત્રી દેવજીભાઈ પડસુંબિયાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ત્રિદિવસીય કાર્યક્રમમા ઉપસ્થિત લોકો સમક્ષ મહર્ષિ દયાનંદજીએ ચારેય વેદ ઉપનિષદ પર ધ્યાન કેન્દ્રિત કરી કરેલા સદ્ કાર્યો અને સમાજ માટે કરેલા સત્કાર્યો ઉજાગર કરાશે. ઉપરાંત ઋષિએ કંડારેલા વૈદિક માર્ગ પર હાલ થતી આર્યસમાજ ની પ્રવૃત્તિ ઓ ઉપસ્થિતો સમક્ષ રજુ કરી આર્યસમાજ ના સંસ્કારોનુ થતુ સિંચન પ્રત્યક્ષ પદાર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ તકે, પ્રથમ દિવસે તા. ૧૦ મી એ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને વહેતો મુકશે. બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પુરૂષોતમ રૂપાલા પધારશે.અંતિમ દિવસે તા. ૧૨ મી એ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહેશે આ તકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ જોડાઈ ને કાર્યક્રમ અનુરૂપ સંબોધન કરશે, ઉપસ્થિત આર્યસમાજીઓ દ્વારા દયાનંદજી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનુ આયોજન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ચંદ્રયાન-૩ ના સફળ વૈજ્ઞાનિક એસ.સોમનાથજી, આર્યસમાજના પ્રધાન પુનમ સુરી જી, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ના આચાર્ય રામદેવજી શાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક આર્યસમાજીઓ દ્વારા આયોજન ઘડાયુ છે. રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના સતત આંટાફેરા કરી કામગીરી ઉપર જાત નિરીક્ષણ કરી કાર્યકમ ની સફળતા માટે કમર કસી રહ્યા છે. ઋષિ દયાનંદ જન્મ મહોત્સવ કાર્યક્રમ ની જાહેર થયેલી રૂપરેખા મુજબ તા.૧૦ મી એ સવારે ૮:૩૦ વાગ્યે જીવાપરા વિસ્તારમા આવેલા મહર્ષિ ના જન્મ ઘરે યજ્ઞ યોજાશે ત્યારબાદ ૯:૩૦ વાગ્યે ટંકારા શહેરમા વૈદિક ધર્મ ની આહલેક જગાવતી દિવ્ય શોભાયાત્રા શહેરના માર્ગો પર થી કાર્યક્રમ સ્થળ કરશનજી કા આંગન ખાતે પહોંચશે. અહીંયા ત્રિદિવસીય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વહેતો મુકાશે. જેમા, જન્મ સ્થળે થી આવેલી યજ્ઞ ની જ્યોત થી ચતુર્વેદ યજ્ઞ નો પ્રારંભ કરાશે. યજ્ઞ મા ચારેય વેદોમાથી ચાર હજાર મંત્રોચ્ચાર સાથે યજ્ઞમા આહુતિ આપવામા આવશે. બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પુરૂષોતમ રૂપાલા ની ઉપસ્થિતિ મા તા. ૧૧ મી એ ૧૦ કુંડી યજ્ઞ, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત, ઉભા કરાયેલા પંડાલોમા અનેકવિધ જીવંત કાર્યક્રમો યોજાશે, અંતિમ દિવસે તા. ૧૨ મી એ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી ખાસ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. મહર્ષિ દયાનંદ સરસ્વતીને આદર્શ ગુરૂ માની આર્યસમાજ ના વિચારો ને સંપૂર્ણ વરેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી  કાર્યક્રમ અંગે દરરોજ વિગતો મેળવી સુપરવિઝન કરી રહ્યા છે. આયોજન માટે સંપૂર્ણ જવાબદારી નિભાવી રાજકીય હસ્તીઓ ઉપરાંત, વિવિધ ક્ષેત્રના મોટા ગજાના મહાનુભાવો ને પોતે જ આમંત્રણ પાઠવી રહ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને આમંત્રણ અપાયુ છે. પરંતુ સામે પક્ષે થી કન્ફર્મેશન કન્ફર્મ થયુ ન હોવાથી હજુ અવઢવ છે. જ્યારે, યોગગુરૂ રામદેવજી પધારી રહ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. ઉપરાંત, દેશ વિદેશના આર્યસમાજના અનેક વિદ્વાન પંડિતો, આર્ય સંન્યાસીઓ, પ્રથમ હરોળના આચાર્યો પધારી રહ્યા છે. દયાનંદ જન્મ મહોત્સવ કાર્યક્રમમા પધારનારા મહેમાનો ઉપરાંત, ઉપરાંત દરેક વ્યક્તિ માટે દરરોજ સવારે ૭ વાગ્યા થી રાત્રીના ૧૧ સુધી સતત રસોડુ ધમધમશે, ઉપરાંત, અહીંયા પધારતા તમામ મહાનુભાવો અને કાર્યક્રમ માણવા આવનારા દરેક પરીવાર, વ્યક્તિ માટે આવાસની નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બહારથી પધારતા મહેમાનો ને કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે રાજકોટ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ થી આયોજન સમિતિ દ્વારા ખાસ ખાનગી બસ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે ઉપરાંત, સરકારી એસટી બસ સેવા ની ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા પણ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.