નિચાણવાળા વિસ્તારના ૧૩ ગામડે પાણી પહોંચતુ ન હોવાથી નાના ખિજડીયાના ખેડુતોની કાગારોળ.

ટંકારા તાલુકાના મિતાણા ઞામે આવેલા ડેમી-૧ ડેમ માથી નિચાણવાળા વિસ્તારમા ખેતી ધરાવતા ૧૩ ગામડાના ૪૦ ટકા ખેડુતોને પિયતનુ પાણી મેળવવા ફદીયા ચુકવ્યા હોવા છતા ખેતરમા ઉભેલા પાકને પિયત માટે પાણી ન મળતા ખેડૂતો એ સિંચાઈ તંત્ર ના જવાબદારો ની અવળ ચંડાળ થી પિયત ના વાંકે મોલ નિષ્ફળ જવાની રાવ કરી જવાબદારો સામે પઞલા લેવા માંઞ ઉઠાવી હતી.
રાજકોટ હાઈવે પર આવેલા ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલા ટંકારા તાલુકાના ખેતીની સિંચાઈ માટે મહત્વની જળસંપત્તિ સંઘરતો ડેમી-૧ ડેમ માથી દર વર્ષે સરકારી તંત્ર ના નિયમ મુજબ ખેડૂતો ને પાક ને પોષણ આપવા માટે પિયત ના નાણા વસુલી ને કેનાલ મારફત પાણી છોડવા મા આવે છે. પરંતુ આ વખતે આગોતરા ફદીયા ચુકવ્યા હોવા છતા નિચાણવાળા વિસ્તારમા ખેતી ધરાવતા છેવાડાના નાના ખિજડીયા સહિતના ૧૩ જેટલા ઞામડાના ખેડૂતો ના ખેતરો મા પાણ ના અભાવે મુરઝાઈ રહેલા મોલ સુધી પિયતનુ પાણી પહોંચ્યુ ન હોવાની કાગારોળ સાથે નાના ખિજડીયા ગામ ના કાસમ ભુરા ઉઠમણા, મનસુખ છગન, હંસરાજ ત્રિકુ, ભીમજી પ્રેમજી, દામજી હરખા સહિતના
ખેડુતોએ સિંચાઈ તંત્ર ની મિતાણા ખાતે કચેરી નો સંપર્ક કરતા ત્યાથી સંતોષ કારક જવાબ ન મળતા નારાજ થઈ ને ઉચ્ચ અમલદાર સમક્ષ પિયત માટે નાણા ચુકવવા છતા ૧૩ ગામડાના ૪૦ ટકા ખેડુતો પિયતના પાણી થી વંચિત રહ્યા હોવાની રાવ કરી હતી. નજર સામે ખેડુતોએ જીવની જેમ જતન કરેલો પાક નિષ્ફળ જવાની જગ ના તાત ની વેદના અંગે તંત્ર દાદ દેતુ ન હોવાથી પાણી છેવાડા સુધી કેમ પહોંચતુ નથી એની જાત તપાસ પિયતના પાણ થી વંચિત ખેડુતો એ કરતા ઉપરવાસના ઞામડા ને બબ્બે વખત પિયત ના પાણી મળી ચુકયા નુ જણાયુ હતુ.જયારે નિચાણવાળા ને એક પાણ જેટલુ પાણી માંડ મળ્યુ હતુ. ખેડુતો કડકડતી આંતરડી એ જવાબદાર સામે પઞલા લેવા અને જીવ ની જેમ જતન કરેલા મોલ ને બચાવી લેવા માંઞ ઉઠાવી પાક નિષ્ફળ જાય તો જવાબદાર સામે પગલા લેવા માંગણી ઉઠાવી હતી.આ મામલે નાના ખિજડીયાના ખેડુતોએ ઉપરના ભાગે મોટર મુકી બે ફામ સિંચાઈ ના પાણીની ચોરી થતી હોવાથી નિચાણવાળા વિસ્તારોમા પાણી પહોંચતુ નથી. પાણી ચોરી કરનારાઓને તંત્ર છાવરી રહ્યુ હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.