હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખેતરડી ગામે નવી પ્રાથમિક શાળા પાસે રહેતો શખ્સ સુરેશભાઈ જવાભાઈ દેકાવાડીયા પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે હળવદ પોલીસની ટીમે આરોપી સુરેશભાઈ જવાભાઇ દેકાવાડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-300 અને એક મોબાઈલ કિંમત રૂપિયા 5000નો મળી પોલીસે કુલ મળી રૂપિયા 1,33,160નો મુદામાલ કબ્જે કરી આરોપી સુરેશને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસની સઘન પૂછપરછમાં આરોપી સુરેશ દેકાવાડીયાએ વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના નાળધ્રી ગામે રહેતો આરોપી પ્રવિણસિંહ જીલુભા ઝાલા નામનો શખ્સ આપી ગયો હોવાની કબૂલાત આપતા હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.