વાંકાનેર શહેરમાં આવેલા ટાઉનહોલ પાછળ મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છગનભાઈ પ્રાગજીભાઈ ખાંડેખા, રઘુભાઈ અમરશીભાઈ સારદીયા અને મેહુલભાઈ વિનયચંદ્ર મારૂ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ૨૨૩૦ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં વાંકાનેરમાં આવેલ ઈંટોના ભઠ્ઠા પાસે મચ્છુ નદીના પટ પાસે કરવામાં આવી હતી. જ્યાં જાહેરમાં જુગાર રમતા અબ્દુલભાઈ મુસાભાઇ દલ અને ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેગામા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે રૂપિયા ૧૫૬૦ની રોકડ કબ્જે કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.