હળવદ માર્કેટયાર્ડના પાર્કિંગમાંથી બોલેરો ગાડી ચોરી થયાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. હળવદ જી.આઈ.ડી. સી સ્કુલ નં-11ની બાજુમાં રહેતા મેહુલભાઈ ભૂપતભાઇ રાતૈયાએ આરોપી દેવરામ પોખરામભાઈ જાટ ડોડી રહે. બાડમેર રાજસ્થાનવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તારીખ 19-12-2023 થી 20-12-2023 દરમ્યાન કોઈપણ વખતે ફરીયાદીની બોલેરો પીક-અપ જેના રજીસ્ટર નંબર GJ-13-AT-6137 જેના સને 2014ના મોડેલની વાઈટ કલરની જેની કિંમત રૂપિયા આશરે 3,00,000 વાળી ગઇ તા.19/12/2023 થી તા.20/10/2023 દરમ્યાન કોઈપણ સમયે દેવારામ પોખરારામ જાટ (ડૉડી) રહે. ડોડીયાકી ધાની રાવતસર તા.જી. બાડમેર (રાજસ્થાન) વાળો ચોરી કરી લઇ ગયો હતો. જેથી ભોગ બનનાર મેહુલભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.