વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને તળાજા, ભાવનગર ખાતેથી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ તેજસિંહ રાવ રહે. ભટવારા તા.જી.સલુંમ્બર (રાજસ્થાન) વાળો હાલે ભાવનગર જીલ્લાના તળાજા વિસ્તારમાં આવેલ હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે ભાવનગર, તળાજા વિસ્તારમાં મહુવા-ભાવનગર રોડ, ઉપર આવેલ ચામુંડા હોટલ ખાતે તપાસ કરતા દારૂના ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ તેજસિંહ કરણસિંહ રાવ મળી આવતા આરોપીને હસ્તગત કરી વાંકાનેર તાલુકાના દારૂના ગુનામાં સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.