મોરબી નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઈક ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મોરબી એલ.ઈ.કોલેજ પાસે રહેતા પરેશભાઈ વિનોદભાઈ પિત્રોડાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૪-૨૦૨૩ થી ૧૧-૦૪-૨૦૨૩ ના કોઈ પણ સમય દરમ્યાન અજાણ્યા આરોપીએ ફરીયાદીનું મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે-૩૬-કે-૫૩૯૧, કિમત રૂપિયા ૩૦,૦૦૦ વાળુ મોટર સાઇકલ (જંગમમિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હતો. જેથી ભોગ બનનાર પરેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.