રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 50 આઇએએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યાની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી છે. ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાનું સાલ ઓઢાડી અને આગામી સમયમાં દ્વારકા કલેકટર તરીકે મોરબી જિલ્લાની જેમ જ સુંદર કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ ઋષીભાઈ મહેતા, સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, બ્રહ્મ આગેવાન ડૉ. રવીન્દ્રભાઇ ભટ્ટ, યગ્નેશભાઈ રાવલ સહિતના હાજર રહ્યા હતાં.




