મોરબીમાં યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને જે રૂપિયાના બદલામાં યુવકે આરોપીને છોટાહાથી આપેલું હતું. જે ફરિયાદીએ પરત આપવાનું કહેતા આરોપીએ રૂપિયા 35000ની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ફિનાઈલ પી લીધી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબીના અમીતભાઈ રમેશભાઈ કાનાણીએ આરોપી ભોલુ જારીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તેઓએ આ કામના આરોપી પાસેથી રૂ.૨૫,૦૦૦ ઉંચા વ્યાજે નાણા લીધેલ હોય જે રૂપીયાના બદલામાં આ કામના ફરીયાદીએ આરોપીને પોતાનુ ટાટા મેક્સી (છોટાહાથી) જીજે-૩૬-વી-૨૩૨૮ વાળુ આપેલ હોય અને ફરીયાદિએ લીધેલ રૂપીયા આરોપીને પરત આપવાનુ કહેતા આરોપીએ રૂપિયા ૩૫,૦૦૦ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી અને રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીએ આરોપીના ત્રાસથી ફીનાઇલ પી લીધું હતી. જે બાદ યુવકે આરોપી વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



