મોરબી જિલ્લામાં ગાઢ ધુમ્મસ: વિઝીબિલીટી ખોરવાતા વાહનચાલકો પરેશાન

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસને પરિણામે વાતાવરણ ધૂંધળું બન્યું છે. જેના પરિણામે વાહનચાલકોને તકલીફ પડી હતી. મોરબીમાં વહેલી સવારે સર્વત્ર ઝાકળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આકાશમાં ગાઢ વાદળા છવાઈ ગયા હતા. જેના લીધે સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું હતું. હવામાનમાં આવેલા પરિવર્તનને લીધે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ હતી. જેનાથી વાહન ચાલકોને તકલીફ પડી હતી. જેમાં વાહન ચાલકોએ હેડ અને ટેલ લાઈટ ચાલુ રાખીને ડ્રાઈવિંગ કરવું પડ્યું હતું. આ ધુમ્મસને લીધે અપડાઉન કરતા નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગને પણ ટાઈમિંગ જાળવવામાં મુશ્કેલીઓ પડી હતી.સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું.