મોરબી: ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂની 30 બોટલો સાથે એક ઝડપાયો

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

મોરબીના ઘુંટુ ગામ રામકો વિલેજમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલો સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. ઘુંટુ ગામ રામકો વિલેજમા રહેતા આરોપી દેવશીભાઇ જેરામભાઈ ઉડેચાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-30 કિંમત રૂપિયા 14,295ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.