માળીયાના વાગડીયા ઝાપા નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા આરોપી ચંદ્રેશભાઈ નારણભાઈ ચાવડા, સિકંદર સુભાનભાઈ જેડાને માળીયા પોલીસે રોકડા રૂપિયા 8620 સાથે ઝડપી લીધા હતા જ્યારે આરોપી સલમાન હુસેનભાઈ સંઘવાણી હાજર નહિ મળી આવતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.