ટંકારા: ગજડી ગામે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા, બે ફરાર

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના ગજડી ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા 18 બોટલો સાથે ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ગજડી ગામે (ઘુનડા) રોડ પરથી આરોપી ભાભલુભાઇ શાંતુભાઇ ખાચર, જયરાજભાઇ કાળુભાઇ માંજરીયા, નાગરાજસિંહ ઘનશ્યામસિંહ વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી કાર નંબર GJ-10-DE-4882 જેની કિંમત રૂપિયા 2,00,000 વાળીમાં ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-18 કિંમત રૂપિયા 9360 મળી કુલ કિં રૂપિયા 2,09,360ના મુદ્દામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસે ત્રણે ઈસમોને ઝડપી પાડયા છે. જ્યારે અન્ય બે ઈસમો રવિરાજસિંહ દાદુભા તથા નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.