મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક મોબાઈલ રીપેરીંગ કરાવવા માટે ચાલીને જઈ રહેલા નાનીબરાર ગામના વતની સવજીભાઈ દેવજીભાઈ ચાવડા નામના આધેડને જીજે-03-બીવી-9037 નંબરના ડમ્પર ચાલકે અડફેટે લઈ ઇજાઓ પહોંચાડી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે ઇજાગ્રસ્તના પુત્ર ગોપાલભાઈ સવજીભાઈ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજી ઘટનામાં રંગપર ગામ નજીક જીજે-25-યુ-1224 નંબરના ટ્રક ચાલકે બાઈક લઈને જઈ રહેલા મહેન્દ્રનગરના રહેવાસી શૈલેષભાઇ ઘોઘજીભાઈ જંજવાડિયાને અડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.