મોરબી પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ આગળ રાધાક્રિષ્ના સોસાયટીના ઝાંપા પાસે રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પતિએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની અને હાલ મોરબી પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ આગળ રાધાક્રિષ્ના સોસાયટીમાં રહેતા રમણીકભાઇ કાનજીભાઇ ડાભીએ આરોપી ટ્રક નંબર જીજે-૦૧-એક્સ-૩૮૮૮ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ ૩૧-૦૧-૨૦૨૪ ના રોજ આરોપીએ પોતાના હવાલાનું વાહન ટ્રક નં-જીજે-૦૧-એક્સ-૩૮૮૮ વાળુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી બેદરકારીથી ફરીયાદીની પત્નીને ટક્કર મારી પાડી દઈ માથામાં પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા કંકુબેન રમણીકભાઇ ડાભીનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પતિ રમણીકભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.