વાંકાનેર-મોરબી હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક GJ-12-X-3455 નંબરના આઇસર ચાલકે ડબલ સવારી મોટર સાયકલને ઠોકર મારતા વાંકાનેરના વીરપર ગામે રહેતા બાઈક ચાલક લાલજીભાઇ મોહનભાઇ મકવાણાને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇકમાં બેઠેલા રામજીભાઇ અરજણભાઇ મકવાણાને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે મૃતકના પુત્ર દીપકભાઇ લાલજીભાઇ મકવાણાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.