મોરબીમાં વૃદ્ધને આરોપીઓએ નિર્મલ બેંગ સિક્યુરિટી લિમીટેડના હોદેદારો તરીકેની ઓળખ આપી શેર બજારમાં રોકાણ કરો તો તમને તમારા રોકાણના ડબલ રૂપિયા મળશે તેમ કહી વૃદ્ધને લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ ઓનલાઇન/ગુગલ પે ટ્રાન્જેકશન દ્વારા રૂપિયા 34,40,179 મેળવી પાંચે શખ્સોએ વૃદ્ધ સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવ્યા હતા. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબીમાં “ગજાનન” વાઘપરામાં રહેતા હીંમાશુભાઈ બળવંતભાઈ પંડ્યાએ આરોપી રીયા શર્મા, આર.પી. સીંગ, જ્ઞાનેન્દ્ર ભારદ્વાજ, ઓમ કશ્યપ તથા અમિતભાઈ અગ્રવાલ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ 03-05-2021 થી 17-10-2021ના સમયગાળા દરમિયાન ફરીયાદીને આરોપીએ પોતે નિર્મલ બેંગ સીકયુરીટી લીમીટેડના હોદેદાર તરીકેની ઓળખ આપી શેર બજારમાં રોકાણ કરો તો તમને તમારા રોકાણના એકના ડબલ રૂપીયા મળશે તેમ કહી ફરીયાદીને લોભામણી લાલચ આપતા ફરીયાદી વિશ્વાસમાં આવી આરોપીએ એકાઉન્ટમાં ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ ખોલવા રૂપિયા 50૦૦૦૦ ડીપોજીટ પેટે જમા કરાવેલ બાદ આરોપી બીજા સાથે સંપર્ક કરાવતા આરોપી આર.પી. સીંગે ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહી બે અલગ અલગ એકાઉન્ટમાં જણાવ્યા રૂપીયા જમા કરાવવા કહેતા ફરીયાદીએ કટકે કટકે રૂપીયા અલગ એકાઉન્ટમાં તેમજ ઓનલાઇન ગુગલ પે ટ્રાન્જેકશન દ્વારા કુલ રૂ. 34,40,179 મેળવી લીધા હતા અને ફરીયાદીને એક પણ રૂપિયાનું વળતર આપ્યું ન હોતું અને ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર હીંમાશુભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -406, 420, 114 તથા ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ -66(ડી) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.