મોરબી-જેતપર રોડ પર પાવડીયારી કેનાલ પાસે શાકમાર્કેટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ગોપાલભાઈ ઉર્ફે ગોવિંદભાઈ ઉર્ફે બાબુલાલ પ્રાગજીભાઈ સોલંકી, રહીમભાઈ છોટુભાઈ શેખ, યુસુફખાન અકબરખાન પઠાણને રોકડ રકમ રૂપિયા 11200નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.