મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ પર આવેલા નળિયાના કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂની 18 બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર આવેલ નળિયાના કારખાનામા આરોપી અનિલ મહેશભાઈ જીજવાળીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળી ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-18 કિંમત રૂપિયા 10,320ના મુદ્દામાલ સાથે આરોપી અનિલ મહેશભાઈ જીજવાળીયા તથા ઉદય પ્રભુભાઈ સરવૈયા મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય એક ઈસમ હાર્દિકસિંહ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.