માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 તથા 2023ના વર્ષમાં અલગ અલગ કુલ 27 પ્રોહીબીશન ગુનામાં પકડાયેલા વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ-49937 કિંમત રૂપિયા 1,05,96,394નો નાશ કરવામાં આવ્યો હતો. નામદાર જયુ.ફક.મેજી સા માળીયા મીયાણા કોર્ટના હુકમ મુજબ માળીયા મી જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબા વાળી જમીન જખરીયા પાટી વાંઢ પાસે સબ ડિવી. મેજી. સંદિપકુમાર વર્મા હળવદ માળીયા તથા I/C નાયબ પોલીસ અધિક્ષક કે.એ.વાળા મોરબી વિભાગ મોરબી તથા સર્કલ પો.ઇન્સ એન.એ.વસાવા મોરબી સર્કલ મોરબી તથા સુપ્રીટેન્ડેન્ટ નશાબંધી અને આબકારી અધી એચ.જે.ગોહીલ રાજકોટ નાઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો