
ટંકારા તાલુકાના અમરાપર ગામ ને જોડતા રોડ પર રોડ કાંઠે રમતા માસુમ બાળકને પુરપાટ ગતિએ પસાર થયેલી કારે કુચડી નાંખતા કુમળા ફુલ નુ મોત નિપજ્યુ હતુ. દયાહીન કાર ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે બાળક ના પિતા ની ફરીયાદ પર થી તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાની ભૌગોલિક રચના પ્રમાણે શહેરની પછવાડે ટંકારાથી અમરાપર ગામ ને જોડતા સીંગલ પટી રોડ કાંઠે વર્ષોથી દેવીપુજક પરીવારો દંગા મા વસવાટ કરે છે. પરીવાર નો અઢી વર્ષ નો માસુમ બાળક રોડ કાંઠે કુદરત ના ખોળે કિલ્લોલ કરતો બાળ રમત રમી રહ્યો હતો. એ વખતે જ ટંંકારા તરફથી પુરપાટ ગતિએ જીજે ૧૦ ડીએ ૪૯૬૬ નંબર ની કારે ઓચિંતા ધસી આવી કુમળા ફુલ જેવા નિર્દોષ બાળક ને કુચડી નાંખી અકસ્માત સર્જયો હતો. અકસ્માતે ગંભીર રીતે ઘવાયેલા બાળકનુ સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. અકસ્માત સર્જી દયાહીન કાર ચાલક ટોળ તરફ નાસી છુટયો હતો. બનાવ અંગે મૃતકના પિતા રાયધનભાઈ સવશીભાઈ વાધેલા એ અકસ્માત સર્જી નાસી છુટેલા કારચાલક વિરૂધ્ધ ટંકારા પોલીસ મા ફરીયાદ નોંધાવતા બીટ જમાદાર સાદીકભાઈ સિદીકીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.