મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ગાયત્રી આશ્રમ પાછળ ઘુતારી વોકળાના કાંઠે ઘાસમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી વસંત જેરાજભાઈ વાઘેલા વિદેશી દારૂની 84 બોટલ કિંમત રૂપિયા 50,700 સાથે ઝડપી લીધો હતો. જ્યારે પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા આરોપી વસંતે દારૂના આ ગોરખધંધામાં વિશાલ પ્રવીણભાઈ શેખાણી અને રમઝાન ગુલામ હુસેન મોવર ભાગીદાર હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.