મોરબી તાલુકા પોલીસે લાલપર અને સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક અલગ અલગ ત્રણ દરોડામાં ત્રણ વરલી ભક્તોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. પ્રથમ કિસ્સામાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામના બસસ્ટેન્ડ નજીકથી આરોપી મોહનભાઇ અરજણભાઇ ચાવડાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ 140 રૂપિયા રોકડા કબ્જે કર્યા હતા. જ્યારે અન્ય બે દરોડામાં સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસેથી આરોપી સદામભાઈ અનવરભાઈ બુખારીને 150 રૂપિયા રોકડા સાથે તેમજ આરોપી ગોપાલભાઈ ઉર્ફે બાબાભાઈ પ્રાગજીભાઈ સોલંકીને રોકડા રૂપિયા 540 સાથે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.