વાંકાનેર તાલુકાના કોઠારીયા લજાઈ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડક્ટ નામના કારખાનાની ઓફિસમાંથી રોકડા રૂપિયા ૧,૯૪,૦૦૦ ભરેલા લોકરની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હોવાની વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મોરબીમાં શક્તિ પ્લોટમાં રહેતા કૌશલભાઈ રમણીકભાઇ જયસ્વાલએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તારીખ ૨૮-૦૧-૨૦૨૪ના રોજ રાત્રીના આશરે બે વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના કારખાનાની દીવાલ કુદીને ઓફીસની બારીના લોખંડના સળીયા કાપીને ઓફીસમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા ૧,૯૪,૦૦૦ ભરેલ લોકરની ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર કૌશલભાઈએ આરોપી વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.