મહારાજશ્રી લખધrરજી એનડાઉમેન્ટ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી બાજીરાજબા વૃધ્ધાશ્રમની એન્ટી હ્યુમન ટ્રાફિક ઈન યુનિટ અને સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મહેન્દ્રભાઈ એન.પોપટ(સેક્રેટરી)ની મુલાકાત કરીને અહીંના બધા વૃદ્ધો જેમાં 12 વૃદ્ધ પિતા અને 6 વૃદ્ધ માતા વિશે માહિતી મેળવવામાં આવી હતી અને બધા જ વડીલોને મળીને તેમના ખબર અંતર પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિક ઈન યુનિટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વનિતાબેન જી.બોરીચા અને સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક દેવભાઈ અને ઉપપ્રમુખ જયશ્રીબેન વાઘેલા હાજર રહ્યા હતા.