મોરબી નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઈક ચોરી થયાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. નવા બસ સ્ટેન્ડ સામે રઘુવીર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ બળવંતભાઈ જયસ્વાલએ આરોપી રાહુલભાઈ ભીમાભાઇ સીપણોદા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ 26-01-2024ના રોજ કોઈ પણ સમયે આરોપીએ ફરીયાદીનું સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર- જીજે-03-એએસ-3501 જેની કિંમત રૂપિયા 40,000વાળુ પાર્ક કરેલી જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હતો જેથી આ બનાવ અંગે ભોગ બનનાર કલ્પેશભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.