મોરબીના લખધીરપુર રોડ પર એક પરપ્રાંતીય 14 વર્ષનો બાળક ડૂબ્યો હોવાની માહિતી મળતા ફાયર વિભાગની તરવૈયાની ટીમે આખો દિવસે શોધખોળ કરી હતી. છતાં બાળક મળી આવ્યો ન હતો. આથી આજે પણ શોધખોળ ચાલુ રાખવામાં આવશે. એવું ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું .