મોરબી: શનાળા રોડ ઉપર જીવતા વીજ વાયર સાથે થાંભલો પડ્યો

Advertisement
Advertisement

મોરબીમાં વાહનોથી સતત ધમધમતા શનાળા રોડ પર સાંજે પુજારા ટેલિકોમ સામે કોઈ વાહનની ટકરથી કે અન્ય કોઈ કારણોસર સ્ટ્રીટ લાઇટનો થાંભલો પડી ગયો હતો. આથી ટ્રાફિક પીએસઆઇ ડી.બી.ઠક્કર સહિતનો સ્ટાફ ત્યાંથી પસાર થતા તેને જોતા વીજ લાઈન ચાલુ હતી. આથી પીજીવીસીએલ અને નગરપાલિકાના સ્ટાફને જાણ કરતા બંને ટીમ તાત્કાલિક આવી ગઈ હતી અને વીજ લાઈન બંધ કરી હતી. આમ ટ્રાફિક પોલીસની સર્તકતાથી મોટી જાનહાની ટળી હતી.