મોરબી: યદુનંદન પાર્કમાંથી દારૂ બીયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા યદુનંદન પાર્ક-1માં રહેણાંક મકાનમાં મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂ તથા બિયરનો જંગી જથ્થો ઝડપી લઇ એક આરોપીને અટકાયતમાં લીધો હતો. મોરબીના શનાળા રોડ યદુનંદપાર્ક-1માં રહેતા મહિપતસિંહ જાડેજાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 252 બોટલ તથા બિયરના 60 ટીન કિમત રૂપિયા 1,05,720 સાથે આરોપી મહિપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, રહે. શનાળા રોડ યદુનંદનપાર્ક-1 મૂળ રહે.પીઠડ, તા.જોડિયા વાળાને ઝડપી લઇ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.