મોરબીમાં કેનાલમાં ડૂબી ગયેલા પરપ્રાંતીય બાળકનો મૃતદેહ મચ્છુ ડેમમાંથી મળી આવ્યો હતો. લખધીરપર રોડ ઉપર આવેલી કેનાલમાં ગઈકાલે ડૂબી ગયેલા સગીર બાળકનો મૃતદેહ આજે મચ્છુ ડેમમાંથી મળી આવ્યો છે. મોરબી ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગઈકાલે કેનાલમાં ડૂબી ગયેલા અંદાજે 12 થી 13 વર્ષનો બાળક અલખરામ તુલસીરામ રહે. ઉત્તરપ્રદેશ વાળાનો મૃતદેહ આજે મચ્છુ ડેમમાંથી શોધી કાઢવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.