માળિયા તાલુકાના સોનગઢ ગામ પાસે રોડ ઉપર ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકનું મોત નિપજ્યું હતું. રાજસ્થાનમાં રહેતા દીપારામ ભીખારામ ચૌધરીએ આરોપી દેવરાજ દેવકરણ ગાડરી રહે. રાજસ્થાનવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ 24-01-2024 ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં આરોપી એ પોતાના હવાલા વાળી ટ્રક નં-RJ-06-GD-6448 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી અણંદારામ મુકનારામ ચૌધરીના ટ્રક નં-GJ-12-BY-8014ને ઠોકર મારતા તેને માથાના ભાગે તેમજ ડાબા કાનના ભાગે તેમજ નાકના ભાગે તેમજ જમણા પગે સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે દીપારામે આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.