માળિયા (મી)ના કાજરડા રોડ ઉપર રલી વાંઢ પાસેથી દેશી હાથ બનાવટ તમંચા સાથે એક ઈસમને માળિયા પોલીસે ઝડપી પાડયો છે. કાજરડા રોડ ઉપર રલી વાંઢ પાસેથી આરોપી સલીમ સુભાનભાઈ કટીયા પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ દેશી હાથ બનાવટનો જુના તમંચો નંગ-01 કિંમત રૂપિયા 5000ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ-૨૫(1-બી), એ તથા જી.પી.એક્ટ કલમ-135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.