મોરબી ચંદ્રેશનગરમાં ખોડીયાર પાન સામેથી ઈંગ્લીશ દારૂની 11 બોટલો સાથે એક શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. આરોપી પિયુષભાઈ પ્રવીણભાઈ બુટાણી રહે. મુનનગર ચોક પાસે મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-11 કિંમત રૂપિયા 3300ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.