ટંકારા-લતીપર હાઇવે ઉપર સરાયા નજીક રોડની કિનારીએ પગપાળા જઈ રહેલા ખેત શ્રમિકને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી અજાણ્યો કાર ચાલક નાસી જતા હીટ એન્ડ રનની આ ઘટનામાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ટંકારા તાલુકાના સરાયા ગામે દિવ્યેશભાઈ નામના ખેડૂતની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના જવાનીયા ગામના રહેવાસી શર્મિલાબેન રમેશભાઈ વસુનિયાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 9 જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે સરાયા ગામના ધરતી પેટ્રોલ પંપ નજીક તેમના પતિ રમેશભાઈ છગનભાઇ વસુનિયા રોડની કિનારીએ પગપાળા ચાલીને જતા હતા ત્યારે એક કાળા કલરની કારના ચાલકે તેમના પતિને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચડતા રમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં મૃતકની અંતિમવિધિ પૂર્ણ થતા ગઈકાલે બનાવ અંગે શર્મિલાબેને ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.