મોરબી કાલીકા પ્લોટ પાસે ખુલ્લા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની 172 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આરોપી રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-172 કિંમત રૂપિયા 58,200ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક ઈસમ સાહીલ રહીમભાઈ ચાનીયા રહે. કાલીકા પ્લોટ મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.