ટંકારા: બંગાવડી ગામે એક વ્યક્તિને ચાર શખ્સોએ માર મારતા ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના બંગાવડી ગામે ફરીયાદી યુવતી તથા આરોપીઓ બાજુ બાજુમાં રહેતા હોય અને યુવતીના પિતાજીને ચારેય આરોપીઓ ગાળું આપતા હોય જેથી ગાળુ આપવાની ના પાડતાં ચારે શખ્સો ઉશ્કેરાઇ જઇ યુવતીના પિતાજીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. બંગાવડી ગામે રહેતા ઉર્વશીબા સિંધ્ધરાજસિંહ મહોબતસિંહ જાડેજાએ આરોપી કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ગીતાબેન મહેન્દ્રસિંહ જાડેજા, રાજદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ 26-01-2024ના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં આરોપીઓ તથા ફરીયાદ બાજુ બાજુમાં રહેતા હોય અને આરોપી કુલદીપસિંહ ફરીયાદના પિતાજીને ગાળો દઇ હેરાન પરેશાન કરતો હોય જે બાબતે ફરીયાદીના પિતાજીએ ગાળો આપવાની ના પાડતા ચારેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી બોલાચાલી કરી ઝધડો કરી ફરીયાદીના પિતાજીને આરોપી રાજદિપસિંહે બે ત્રણ લાફા મારી તથા આરોપી જયદીપસિંહએ લાકડાનો ધોકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનારની પુત્રી ઉર્વશીબાએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.