હળવદ ભવાનીનગર ઢોરામાં ત્રણ માળીયા ખાતે નિશાબેન પ્રતાપભાઈ મકવાણાના મકાન પાસે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. ભવાનીનગર ઢોરામાં ત્રણ માળીયા ખાતે નિશાબેન પ્રતાપભાઈ મકવાણાના મકાન પાસે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો પાર્થદાન ગંભીરસિંહ મહેડુ, ઘનશ્યામભાઇ ઉર્ફે નવઘણભાઇ નથુભાઇ કલોતરા, પ્રતાપભાઇ ગાંડુભાઇ બાર, ગિરીશભાઈ કાનજીભાઇ પારેજીયાને રોકડ રકમ રૂપિયા 7100ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.