મોરબી: રંગપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામની સીમમાં વાટેરો સિરામિક પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જેમાં જાહેરમાં જુગાર રમતા મહેશકુમાર રઘુવીરપ્રસાદ નિસાદ, બ્રજેશ નન્હા આહીવાર, સીતાશરણ શ્રીરામસ્વરૂપ નિસાદ, રામનરેશ મુલચંદ નિસાદ, રાજેશકુમાર શ્યામબિહારી યાદવ, રાજકુમાર બીરેન્દ્ર નિસાદ, શિવમ દાલચંદ નિસાદ, ધર્મેન્દ્રકુમાર સંતોષકુમાર નિસાદ અને રવિકુમાર તેજાસાહ શાહ એમ નવ જુગારીને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા ૨૪,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ કે.એ.વાળા, પીએસઆઈ વી.જી.જેઠવા, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળિયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઈ ચાવડા, હરેશભાઈ આગલ, ફતેસંગ પરમાર, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઈ અજાણા, ભગીરથભાઈ લોખીલ, જયદીપભાઈ પટેલ, કુલદીપભાઈ કાનગડ, દીપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી.