વાંકાનેર: ગાંગીયાવાદર ગામે દારૂની 2 બોટલ સાથે બે ઝડપાયા, એક ફરાર

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામની વગડીયા વાળી સીમાના કાચા રસ્તા પાસેથી આરોપી મનસુખભાઇ ઉર્ફે ભગત ધરમશીભાઈ ધોરીયા અને રસિકભાઈ ધીરુભાઇ ધરજીયાને વિદેશી દારૂની 2 બોટલ સાથે ઝડપી લઈ પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી ચેતનભાઈ પ્રેમજીભાઈ કણોતરા આ વિદેશી દારૂની બોટલ આપી ગયેલ હોવાનું કબૂલતા પોલીસે વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 750 કબ્જે કરી ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.