મોરબીમાં થોડા સમય પહેલા સ્કાયમોલ ખાતે વાહન પાર્કિંગ કરવા બાબતે બબાલ થઇ હતી. જે બાબતનો ખાર રાખી છ શખ્સોએ યુવક પર તેના ઘરે જઈને છરી વડે હુમલો કર્યો હતો. અને સ્કાયમોલવાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નકર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબી વાવડી રોડ પંચાસર રોડ વચ્ચે ભગવતી હોલ કૈલાસપાર્કમા રહેતા હિતેષભાઇ ધર્મેન્દ્રભાઇ સાવલીયાએ આરોપી મચ્છો રબારી, સંજયભાઈ રબારી, દિનેશભાઇ રબારી, મહેશભાઈ રબારી, મેરે રબારી, જેઠો રબારી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તારીખ 25-01-2024ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યાની આસપાસ અગાઉ શનાળા રોડ ઉપર આવેલા સ્કાયમોલ ખાતે વાહન પાર્કીંગ કરવા બાબતે ફરીયાદીના મિત્ર દેવ સાથે આરોપીઓને માથાકુટ થયેલી હોય અને ફરીયાદી દેવ સાથે કામ કરતો હોય અને તેની સાથે અવાર નવાર ફરતો હોય જેથી આરોપીઓએ તેનો ખાર રાખી ફરીયાદીના રહેણાંક મકાન પાસે આરોપી સંજયભાઇની નંબરપ્લેટ વગર સ્વીફટ કારમાં આરોપી ચાર શખ્સો આવી જેમાં આરોપી મચ્છો ફરીયાદીને શેરીમાં બહાર બોલાવી બાદ આરોપી દિનેશભાઈએ ફરીયાદીને છરી બતાવી ફરીયાદીને મારવા દોડી તેમજ આરોપી મચ્છો, સંજયભાઈ અને મહેશભાઈએ છુટા પથ્થરો લઇ પાછળ દોડી આવી ફરીયાદી તેના ઘરમાં જતા રહેતા આરોપી ચારે શખ્સો તથા પાછળથી આવી જતા આરોપી મેરૂ રબારી અને જેઠો રબારીએ એમ બધા સાથે મળી ફરીયાદીને ગાળો આપી અને હવે તુ સ્કાયમોલવાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નહીંતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપી તેમજ ફરીયાદીના ઘર બહાર શેરીમાં રાખેલ કાળા કલરનુ નંબર વગરનુ એકટીવા મોટરસાયકલ તથા લાલ કલરનુ માઇસ્ક્રો મોટરસાયકલ ઉપર છુટ્ટા પથ્થરના ઘા કરી તોડી નાખી નુકશાન કર્યું હતું. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર હિતેષભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.