મોરબીના પ્રેમજીનગર ગામે આઈસર રસ્તા પર રાખેલ હોવાથી નડતર રૂપ હોય જેથી યુવકે આરોપીને વાહન રસ્તામાંથી લઈ લેવા કહેતા યુવકને અપશબ્દો બોલી ત્રણ શખ્સો યુવકના ઘર પાસે જઈ ઢીકાપાટુનો મુંઢમાર મારી લાકડી વડે ફટકાર્યો હતો. જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા મહેશભાઇ નાથાભાઈ ઉર્ફે હરેશભાઈ શ્રીમાળીએ આરોપી પુનાભાઈ સોંડાભાઈ ભુંડીયા, મશરૂભાઈ સોંડાભાઈ ભુંડીયા તથા બાબુભાઈ બચુભાઈ ભુંડીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 26-01-2024ના રોજ આરોપી પુનાભાઈએ રસ્તામાં પોતાનું આઇસર વાહન રાખેલ હોય જે ફરીયાદીને નડતર રૂપ હોય જેથી ફરીયાદીએ આરોપી પુનાભાઈને આઇસર વાહન રસ્તામાંથી લઇ લેવા કહેતા આરોપીએ ફરીયાદીને જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી લાફો મારેલ બાદ ફરીયાદી પોતાના ઘરે જતા રહેલ બાદ આરોપી પુનાભાઈ, મશરૂભાઈ, તથા બાબુભાઈએ ફરીયાદીના ઘર પાસે જઇ ફરીયાદીને જાહેરમાં ગાળો આપી અપમાનજનક શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી આરોપી બાબુભાઈએ ફરીયાદીને લાકડી વડે કપાળના ભાગે એક ઘા મારી તેમજ આરોપી મશરૂભાઈએ છુટા પાણાના ઘા કરેલ જે દરમ્યાન સાથી મનહરભાઇ બચાવવા જતા તેઓને પણ હાથમાં ઇજા પહોંચી હતી જેથી ભોગ બનનાર મહેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.