માળીયા તાલુકામાં આવેલી દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને તેની ઉજવણીના ભાગરૂપે તાલુકાના વિવિધ ગામોની શાળાઓમાં અભ્યાસ કરતા કુલ ૩૩૦૦ વિદ્યાર્થીઓને નાસ્તા બોક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીના રોજ માળીયામાં આવેલી દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં કંપનીના પ્રોડકશન મેનેજર ભુપતસિંહ જાડેજાએ ધ્વજારોહણ કર્યું હતું અને કંપનીનો સંપૂર્ણ સ્ટાફ તેમાં સહભાગી બન્યો હતો.