હળવદ: હળવદ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની દેવીપુર ગામે ઉજવણી

Advertisement
Advertisement

આજે દેશમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે હળવદ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી હળવદ તાલુકાના દેવીપુર ગામે કરવામાં આવી હતી. જેમાં હળવદ મામલતદાર એમ.જે.પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પરેડની સલામી, પ્રાસંગીક ઉદ્બબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદન કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, નાયબ મામલતદાર ડી.એચ.સોનગ્રા, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, ભરતભાઈ વઢરકીયા સહિત ભાજપના આગેવાનો, વહીવટી શાખાના અધિકારીઓ અને સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.