મોરબી: વીસીફાટક નજીક જમવાનું માંગતા થયેલી માથાકૂટમાં હાફમર્ડરના ગુનાના આરોપીનો નિર્દોષ છૂટકારો

Advertisement
Advertisement

મોરબી વીસીફાટક નજીક જમવાનું માંગતા માથાકૂટ થતા ફરિયાદ થયેલી હોઈ જે કેસમાં મોરબીના યુવા વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસ માટે મોરબીના યુવા વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા. વકીલની ધારદાર દલીલો તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના જજમેટો રજૂ કરેલા તેને ધ્યાને લઇ મોરબીના મહે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. હાલના કેસમાં મોરબીના સીનીયર ધરાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, તથા યુવા વકીલશ્રી દેવીપ્રસાદ કે. જોષી, શહેનાઝબેન સુમરા, રોકાયેલ હતા.