મોરબી: જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં કબડ્ડીમાં પાંડાતીરથ શાળાના બાળકો પ્રથમ

Advertisement
Advertisement

મોરબી જિલ્લા કક્ષાએ અન્ડર 14માં પાંડાતીરથ વિજેતા બન્યું છે. ખેલ મહાકુંભ 2.0માં જિલ્લા કક્ષાની કબડ્ડીમાં પાંડાતીરથ પ્રાથમિક શાળાના બાળકોએ ખુબ ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે. ખેલ મહાકુંભ 2.0 જિલ્લા કક્ષાની કબડ્ડીમાં પાંડાતીરથ પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્તમ પ્રદર્શન કરી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જે જિલ્લા કક્ષાની રમતમાં 10 ટીમો એ ભાગ લીધો હતો. જેમાં પાંડાતીરથ પ્રાથમિક શાળા વિજેતા બનતા શાળાના આચાર્યએ શાળાના બાળકો અને શિક્ષકોને ખુબ ખુબ વધામણાં સાથે શુભેચ્છાઓ આપી હતી. અને આગામી રાજ્ય કક્ષાની થનારી સ્પર્ધામાં શાળા ભાગ લેવા જાય ત્યારે આવું જ સુંદર પરીણામ લાવે એવી શુભકામના પાઠવી હતી.