
ગત સોમવારે અયોધ્યામા થયેલી ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર ટંકારાવાસી ઓએ સનાતન ધર્મ ના નેજા હેઠળ ભવ્ય શોભાયાત્રા યોજી ઉજવણી કરી હતી. જેમા, શહેરના તમામ પરીવારોએ મહા આરતી ઉપરાંત, એક પંગતે સમૂહ મહાપ્રસાદનુ આયોજન કર્યુ હતુ. મહા ઉત્સવમા શહેરના તમામ જૈન કંદોઈ મિત્રો એ સ્વયંભૂ ધાર્મિક લાગણી થી પોતાના ધંધા રોજગાર સદંતર બંધ રાખીને મહાપ્રસાદ બનાવી સનાતન ધર્મ પ્રત્યેનો પ્રેમ અને લગાવ ઉજાગર કરી ઉત્સવની સફળતા માટે પડદા પાછળ રહી સેવા ની મહેંક પ્રસરાવી સરાહનીય કામગીરી કરી હતી.