હળવદ પોલીસ મથકમાં ૨૦૨૦ની સાલમાં બે શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે બંનેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોય જ્યારે આ કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા દુષ્કર્મ આચનારને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે તેમજ દંડ ભરવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
હળવદ પોલીસ મથકમાં 10-09-2022ના રોજ ભોગબનનાર અસ્થિર મગજની હોવા છતાં આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે કાળિયો ગંગારામ રાઠોડે ઈચ્છા વિરુદ્ધ શરીર સંબધ બાંધ્યા હોય જેનો વિડીયો મોબાઈલમાં ઉતારી આરોપી હરેશભાઈ ઉર્ફે હરી નવઘણભાઈ જાદવે તે વાયરલ કર્યો હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા મોરબીના મદદનીશ સરકારી વકીલ નીરજ ડી કારિયાએ દલીલ કરી હતી જેમાં મોરબી કોર્ટે ફોજદારી કાર્યરીતી સહિતના કલમ-૨૩૫(૨) મુજબ આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે કાળીયો ગંગારામ રાઠોડને ભારતીય દંડ સહિટાની કલમ-૩૭૬(૨)(એલ) મુજબ ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૧૦,૦૦૦ દંડ તેમજ આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ માસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે આરોપી હરેશભાઈ ઉર્ફે હરી નવઘણભાઈ જાદવને ભારતીય દંડ સહિતાની કલમ-૧૧૪ તથા આઈ ટી એક્ટની કલમ-૬૬(ઈ) મુજબ શિક્ષાપાત્ર ગુનામાંથી શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ભોગ બનનારને વળતર માટેની યોજના ૨૦૧૯ ના નિયમો મુજબ 2,50,૦૦૦ વળતર ચુકવવાની રહેશે.