મોરબી નવલખી ફાટક પાસે ગણેશ મોટર્સ વાળા સર્વીસ રોડ ઉપર ટ્રકે ચાલીને જતા યુવકને અડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પિતાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મોટા દહીસરા ગામે રહેતા ધીરૂભાઇ મેપાભાઈ સાંથલીયાએ આરોપી ટ્રક રજીસ્ટર નંબર GJ-03-BW-7545ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તારીખ 25-01-2024ના રોજ ટ્રક રજીસ્ટર નંબર GJ-03- BW-7545 નો ચાલક આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક બેદરકારી પુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે નવલખી ફાટક તરફથી સર્વીસરોડ ઉપર પુરઝડપે હંકારી લાવીને ફરીયાદીના દીકરા ગણપત ચાલીને જતા હોય ત્યારે સાઇડમા અડફેટે લેતા ટ્રકના પાછળના ટાયરના જોટામા આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પીતા ધીરૂભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.